Mehsana: પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ, કેનાલમાં પ્રેમી પંખીડાએ એકબીજાને વળગીને જીવન ટૂંકાવ્યુ
Mehsana જિલ્લાના બેચરાજી તાલુકાના મત્રાસણ Village નજીક એક દુઃખદ ઘટના સામે આવી છે, જેણે સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ ફેલાવી દીધું છે. ગામ પાસેથી પસાર થતી Narmada કેનાલમાં એક યુવક અને યુવતીએ ઝંપલાવી જીવન ટૂંકાવ્યાનું સામે આવ્યું છે.
ઘટનાની માહિતી મળતા જ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં સ્થળ પર એકત્ર થયા હતા. ત્યારબાદ પોલીસ અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. લગભગ ત્રણ કલાકની ભારે જહેમત બાદ ફાયર વિભાગે બંનેના મૃતદેહોને કેનાલમાંથી બહાર કાઢ્યા હતા.
પ્રાથમિક તપાસ મુજબ આ બનાવ પ્રેમ સંબંધ સાથે જોડાયેલો હોઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. મૃતદેહો એકબીજાને વળગી પડેલી સ્થિતિમાં મળતા સમગ્ર દૃશ્ય જોઈને પોલીસ અને હાજર લોકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે અને મોત પાછળનું ચોક્કસ કારણ જાણવા કાર્યવાહી હાથ ધરાઈ છે.

0 Comments