GUJARAT માં એક વર્ષમાં 15500 થી વધુ અકસ્માત જેમાં 7717 લોકોના મૌત, જેમાં 80% કેસ ઓવરસ્પીડના લીધે થયા છે
ગુજરાતમાં વધુ ઝડપે વાહન ચલાવવાના કારણે માર્ગ અકસ્માતો અને તેના પરિણામે થતા મોતના બનાવોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. એક વર્ષ દરમિયાન રોડ અકસ્માતોમાં થયેલા કુલ 7717 મૃત્યુમાંથી 6314 મૃત્યુ માટે ઓવરસ્પીડ મુખ્ય કારણ બની હતી. એટલે કે, રોડ અકસ્માતથી થતા કુલ મૃત્યુમાં અંદાજે 80 ટકા કેસોમાં વધુ ઝડપ જવાબદાર હોવાનું સામે આવ્યું છે.
ગુજરાતના મોટા શહેરોમાં થયેલા માર્ગ અકસ્માતોની વિગતો નીચે મુજબ છે
આ આંકડાઓ મુજબ અમદાવાદ શહેરમાં સૌથી વધુ માર્ગ અકસ્માત નોંધાયા છે, જ્યારે મૃત્યુના મામલામાં પણ અમદાવાદ સૌથી આગળ છે.
તાજેતરમાં National Crime Records Bureau દ્વારા જાહેર કરાયેલા વર્ષ 2024ના અહેવાલ મુજબ ગુજરાતમાં એક વર્ષ દરમિયાન રોડ અકસ્માતના કુલ 15,588 કેસ નોંધાયા હતા, જ્યારે આ અકસ્માતોમાં 7,717 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. તેની તુલનામાં વર્ષ 2023માં રોડ અકસ્માતના 16,349 બનાવ નોંધાયા હતા અને 7,854 લોકોનાં મૃત્યુ થયા હતા. આ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે વર્ષ 2024 દરમિયાન વર્ષ 2023ની સરખામણીએ માર્ગ અકસ્માતો અને તેનાથી થતા મૃત્યુના પ્રમાણમાં થોડો ઘટાડો નોંધાયો છે.

0 Comments